Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Due to the pleasant atmosphere in Saputara, heavy crowd of tourists, lack of parking

VIDEO: સાપુતારામાં આહ્લાદક વાતાવરણ થતાં પ્રવાસીઓની ભારે ભીડ, પાર્કિંગના અભાવે વાહનચાલકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચોમાસાની ખુશનુમા ઋતુમાં પ્રકૃતિની મજા માણવા માટે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હજારો પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે, પરંતુ અહીં આવતા પ્રવાસીઓનું સ્વાગત કુદરતી સૌંદર્યને બદલે વાહનોની લાંબી કતારો અને કલાકોના ટ્રાફિક જામ દ્વારા થઈ રહ્યું છે. વાદળોની ચાદર અને હરિયાળા પહાડો વચ્ચે ખરેખર અદભુત નજારો જોવા મળે છે, છતાં મુખ્ય માર્ગો પર અપૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને વહીવટી તંત્રના નબળા ટ્રાફિક મેનેજમેન્ટના કારણે પ્રવાસીઓને કલાકો સુધી રઝળપાટ કરવાની ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

App Store

 ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હિલ સ્ટેશનના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના દાવાઓ વચ્ચે પણ જાહેર સ્થળો પર થયેલાં દબાણો અને પાયાની સુવિધાઓનો સદંતર અભાવ વહીવટી પોકળતા છતી કરે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ કડવી વાસ્તવિકતા સર્જાતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધી પાર્કિંગની સમસ્યાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં ન આવતા પ્રવાસીઓ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.