VIDEO: ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે રૂ. ૧.૫૩ લાખની ઠગાઈ કરનાર આરોપીને ઝારખંડથી ઝડપી પાડ્યો
સોર્સ : gstv
ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઝારખંડમાંથી ઝડપી પાડ્યો છે. ફરિયાદીને ઓનલાઈન આશરે 1 લાખ 53 હજાર રૂપિયાની લોનની રકમ ભરવાથી રિફંડ મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવી ફરિયાદી સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો. સમગ્ર મામલે ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીનું પગેરું ઝારખંડના જમશેદપુરના સોનારી વિસ્તાર સુધી પહોંચ્યું હતું. પોલીસે ત્યાંથી વિક્કી ઉર્ફે નથુની મહતો નામના 22 વર્ષીય આરોપીની ધરપકડ કરી તેને ડાંગ લાવ્યો હતો. આહવા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

