VIDEO: ડાંગ: સાપુતારાના સર્પગંગા તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો મામલો સામે આવતાં વિવાદ
સોર્સ : gstv
ડાંગના સાપુતારામાં આવેલા સર્પગંગા તળાવમાં નૌકા વિહાર માટે વપરાતા જર્જરિત અને દુર્ગંધયુક્ત લાઈફ જેકેટ ધોઈને તેનું કેમિકલયુક્ત પાણી સીધું તળાવમાં ઠાલવવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ છે. પ્રવાસીઓની ફરિયાદ બાદ કર્મચારીઓએ જેકેટ ધોયા હતા, જેનું આ દૂષિત પાણી તળાવમાં ભળતા પર્યાવરણ અને પ્રવાસીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે....ખાસ કરીને આ તળાવનું પાણી સાપુતારાની હોટલોમાં ઉપયોગમાં લેવાતું હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે નોટિફાઈડ અધિકારી દ્વારા નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રવાસીઓમાં માંગ ઉઠી છે.

