VIDEO: ડાંગ: સાપુતારા-માલેગામ હાઈવે પર ટ્રકની બ્રેક ફેલ થતાં એસટી બસ સાથે અકસ્માત
સોર્સ : gstv
ડાંગ જિલ્લાના સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના એક ખતરનાક વળાંક પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નાસિકથી સુરત તરફ જઈ રહેલી ગુજરાત એસ.ટી. નિગમની બસને પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ, ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ ટ્રક એસ.ટી. બસ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી સખત હતી કે બસ માર્ગની સાઈડમાં નીચે ઊતરી ગઈ હતી. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ રહી કે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે અને મોટી જાનહાનિ ટળી છે.

