VIDEO: ડાંગ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, પૂર્વ પ્રમુખ સહિત 40 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ડાંગ જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોર્યાના ત્રણ ભાઈઓ સહિત 40 જેટલા અગ્રણી કાર્યકરોએ કેસરીયો ત્યાગી કોંગ્રેસનો પંજો પકડ્યો છે.ગૌર્યા અને હનવંતચોન્ડ સહિતના ગામોના ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની હાજરીમાં વિધિવત ખેસ ધારણ કર્યો હતો.

