Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દમણ અને દીવ : Heavy rains in Daman created a water-bombing situation

VIDEO: દમણમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંઘપ્રદેશ દમણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ભારે વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે દમણના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યોમાં લોકોના ઘરોની અંદરથી જોરદાર પ્રવાહ સાથે પાણી વહેતા નજરે પડી રહ્યા છે. આ અણધારી જળપ્રલય જેવી સ્થિતિના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પાણી ઘરો અને દુકાનોમાં ફરી વળતા સ્થાનિક લોકોની કિંમતી ઘરવખરી તેમજ વેપારીઓના માલસામાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે લોકો ચિંતિત બન્યા છે.

App Store

 

ટોપિક્સ:GSTV NewsGujarati News