VIDEO: દમણમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવ્યા
સોર્સ : gstv
સંઘપ્રદેશ દમણ કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે ફસાયેલી નવસારીની બોટમાંથી નવ માછીમારોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ક્રિષ્નાપુરથી ઓખા બંદર તરફ જઈ રહેલી જય માલા નામની બોટ ધોલાઈ બંદરથી આશરે બે નોટિકલ માઈલ મધદરિયે ફસાઈ ગઈ હતી. બોટમાં ખામી સર્જાતા તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે નવ માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા. ઘટનાની જાણ દમણ કોસ્ટગાર્ડને થતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટગાર્ડની ટીમે છ માછીમારોને સુરક્ષિત રીતે બચાવી વલસાડના દાંતી ખાતે ઉતાર્યા હતા, જ્યારે અન્ય ત્રણ માછીમારોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી દમણ લાવવામાં આવ્યા હતા. તમામ રેસ્ક્યુ કરાયેલા માછીમારોને મેડિકલ તપાસ અને જરૂરી સારવાર આપવામાં આવી હતી.

