VIDEO: દેવગઢ બારિયામાં ફાઇનાન્સ કંપનીના સીઝરોની લુખ્ખી દાદાગીરી
સોર્સ : gstv
દેવગઢ બારિયા શહેર સહિત તાલુકામાં ફાઇનાન્સ કંપનીના સીઝરોનો વીડિયો વાયરલ થતાં વાહનચાલકો સાથેની કથિત હેરાનગતિને લઈને ચર્ચા શરૂ થઈ છે. વાયરલ વીડિયોમાં સીઝરો દ્વારા લુખ્ખી દાદાગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક વાહનચાલકોના હપ્તા બાકી ન હોવા છતાં તેમને હેરાન કરવામાં આવતા હોવાની પણ ચર્ચા છે. ફાઇનાન્સ કંપનીના સીઝરોના નામે કેટલાક લુખ્ખા તત્વો દ્વારા વાહનચાલકોને પરેશાન કરાતા હોવાની વાતો પણ સામે આવી છે.

