VIDEO: દેવગઢ બારીઆ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની હોકી સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની ટીમ વિજેતા
સોર્સ : gstv
દેવગઢ બારીઆના રમત-ગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની ૩૨મી જવાહરલાલ નહેરુ અંડર-૧૭ બહેનોની હોકી સ્પર્ધા યોજાઈ હતી. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ૨૬ ટીમોએ ભાગ લીધો હતો. રોમાંચક ફાઇનલ મેચમાં જામનગર ગ્રામ્ય અને દાહોદની ટીમ સામસામે આવી હતી. નિર્ધારિત સમય અને પેનલ્ટી શૂટઆઉટમાં પણ મેચ ટાઈ રહેતાં આખરે 'સડનડેથ' રાઉન્ડમાં જામનગર ગ્રામ્યની ટીમનો વિજય થયો હતો. આ સ્પર્ધામાં દાહોદ દ્વિતીય અને ભાવનગર ગ્રામ્યની ટીમ તૃતીય ક્રમે રહી હતી. વિજેતા બનેલી ટીમ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

