Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : The gang that created a fake bank and looted gold biscuits in Dahod was busted

VIDEO: દાહોદમાં નકલી બેંક બનાવી સોનાના બિસ્કિટ પચાવી પાડનાર ગેંગનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ પોલીસે નકલી બેંક ઉભી કરી વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ રથયાત્રામાં દાન આપવાના બહાને 200 ગ્રામ સોનાના બિસ્કિટ આપવાની વાત કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની સતર્ક કામગીરીથી ત્રણ આરોપીઓને ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 200 ગ્રામ સોનું, કાર સહિત કુલ 38 લાખ 80 હજાર 590 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં ગુજરાત અને રાજસ્થાનના ત્રણ શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News