Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : The administration completed the pits before the arrival of Deputy CM Harsh Sanghvi

VIDEO: ડેપ્યુટી CM હર્ષ સંઘવીના આગમન પહેલાં તંત્રએ ખાડા પૂર્યા

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવગઢ બારિયામાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીના આગમન પહેલાં તંત્ર સફાળું જાગ્યું હોય તેમ રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે દેવગઢ બારિયાથી પાવાગઢને જોડતા સ્ટેટ હાઈવે પર અનેક ખાડા જોવા મળ્યા હતા. ડેપ્યુટી CMના રૂટ પર ખાડા પુરવા માટે તંત્ર દ્વારા વેટ મિક્સ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે વરસાદી પાણી ભરાયેલા ખાડામાં જ વેટ મિક્સ નાખવામાં આવતા રસ્તાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વધુ વરસાદ થાય તો રાહદારીઓ અને બાઈકસવારો માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News