Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Statement of AMC Deputy Municipal Commissioner on the question of building of Chandola migrants in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ચંડોળા વિસ્થાપિતોના મકાન પ્રશ્ને AMC ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલેશનમાં વિસ્થાપિતોને મકાન ફાળવવા અંગે સર્જાયેલા વિરોધ વચ્ચે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અસરગ્રસ્તો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેમાં બે માન્ય પુરાવા રજૂ કરનાર ૪૧૩ પરિવારો માટે આગળની કાર્યવાહી ચાલુ છે. જ્યારે એક પુરાવો આપનાર ૮૭૪ અને એક પણ પુરાવો ન આપનાર ૯૪૪ પરિવારો નોંધાયા છે. બે યોગ્ય પુરાવા રજૂ કરનાર પાત્ર પરિવારોને મકાન ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની હોય છે. સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ મકાન આપવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવશે.

App Store