VIDEO: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં પથ્થરમારો, પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
સોર્સ : gstv
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ઘર્ષણ અને માથાકુટ થઈ હતી. ગોધરા રોડ પર આવેલી મુવાલિયા ચોકડી પર ડીજે વગાડવાની બાબતે ઘર્ષણ થયું હતુ. જે બાદ પથ્થરમારો થતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યાં હતા. જોકે, પથ્થરમારાની ઘટનામાં કેટલાક વાહનોને નુકસાન પણ થયું હતુ. પોલીસે પથ્થરમારો કરનાર લોકોને અટકાયતમાં લઈ સ્થિતિ નિયંત્રમાં લીધી હતી.

