VIDEO: દાહોદમાં એનાલોગ પનીર સામે ફૂડ વિભાગની કાર્યવાહી
સોર્સ : gstv
દાહોદમાં ડેરી એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે શહેરની વિવિધ ડેરીઓમાં ચેકિંગ કરી એનાલોગ પનીરના જથ્થાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ પનીરના બે નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે શંકાસ્પદ પનીર, બટર અથવા ચીઝનો જથ્થો મળશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

