VIDEO: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં પોલીસ પર પથ્થરમારો, 13 આરોપીની ધરપકડ
સોર્સ : gstv
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે.દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આમ આદમી પાર્ટીના 14 નામજોગ કાર્યકરો સહિત અંદાજે 200 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પથ્થરમારાની ઘટનામાં એક PSI, બે મહિલા પોલીસ કર્મચારી સહિત ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરીને 13 આરોપીઓની ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીઓમાં AAP મીડિયા સેલના ગુજરાતના ઉપપ્રમુખ ક્રિષ્ણા ચારેલ, દેવેન્દ્ર મેડા સહિતના લોકોનોસમાવેશ થાય છે. પોલીસે મારામારી, પથ્થરમારો અને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.

