VIDEO: દાહોદમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ, વાહનચાલકો પરેશાન
સોર્સ : gstv
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે શહેરમાં મુશળધાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. પવનના સુસવાટા સાથે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દર્પણ સિનેમા રોડ, સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો જળબંબાકાર બનતા વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતા ટ્રાફિક પણ ધીમો બન્યો હતો.

