Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Land Records Workers' Strike in Dahod

VIDEO: દાહોદમાં લેન્ડ રેકોર્ડઝ કર્મચારીઓની હડતાળ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદમાં લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ કચેરી ખાતે તાળાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવી તમામ સરકારી કામગીરીથી અળગા રહી કામકાજ સંપૂર્ણ ઠપ કર્યું છે. લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. પગાર ધોરણ અને પે-મેટ્રિક્સમાં સુધારા સહિતની માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો છતાં હકારાત્મક ઉકેલ ન આવતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કચેરીનું કામકાજ બંધ રહેતા અરજદારો અને સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માંગણીઓ નહીં સંતોષાય તો લડત વધુ ઉગ્ર બનાવવાની કર્મચારીઓએ ચીમકી આપી છે.

App Store