VIDEO: દાહોદમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
સોર્સ : gstv
દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે ગહન ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા

