VIDEO: દાહોદમાં સોલાર પેનલના નામે ₹19.94 લાખની ઓનલાઈન ઠગાઈ, દિલ્હીનો ઠગ ઝડપાયો
સોર્સ : gstv
દાહોદમાં સોલાર પેનલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી એક વેપારી સાથે ₹19.94 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. શાતિર ઠગે ઈન્સ્ટાગ્રામ પર સસ્તા ભાવે સોલાર પેનલની જાહેરાત આપી વેપારીને જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ બોગસ જીએસટી નંબર અને ખોટા ઇન્વોઇસ બતાવી વિશ્વાસ કેળવી લાખો રૂપિયા પડાવી લીધા હતા. વેપારીએ ફરિયાદ નોંધાવતા જ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે હરિયાણાના ફરીદાબાદ ખાતે દરોડો પાડી મૂળ દિલ્હીના આરોપી અમનકુમાર રાજુકુમારની ધરપકડ કરી છે. સાયબર પોલીસે વેપારીના છેતરાયેલા પૂરેપૂરા ₹19,94,175 રિકવર કરી લીધા છે અને આ ગુનામાં સંકળાયેલા અન્ય સાગરીતો અંગે તપાસ તેજ કરી છે.

