VIDEO: દેવગઢ બારિયામાં હૃદયદ્રાવક ઘટના: માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમોના મોત
સોર્સ : gstv
દાહોદના દેવગઢ બારિયાના વડભેટ ગામે માતાએ ચાર બાળકો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં ત્રણ બાળકોના મોત થયા છે. ચંપાબહેન રાઠવા નામની માતાએ 12 વર્ષ અને 10 વર્ષની બે પુત્રીઓ અને પાંચ વર્ષ તેમજ બે વર્ષના બે પુત્ર સાથે કુવામાં ઝંપલાવ્યું હતું.
આ અંગે સ્થાનિકોને જાણ થતા લોકોએ માતા સહિત બાળકોને કૂવામાંથી બહાર કાઢ્યા તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સિવિલ હોસ્પિટલના તબીબે 12 વર્ષની પુત્રી અને બે બાળકોને મૃત જાહેર કર્યા છે અને હાલ ચંપાબહેન તેમજ એક પુત્રી સારવાર હેઠળ છે. જો કે આ બનાવનું કારણ હજી સુધી અકબંધ છે.

