VIDEO: દાહોદના પરેલ વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાંથી ગરબાડાના યુવકનો મૃતદેહ મળ્યો
સોર્સ : gstv
દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા ખડા કોલોની પાસે પાણી ભરેલા ખાડામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોની નજર પડતા જ તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ ગરબાડા તાલુકાના સહાડા ગામના રાઠોડ મનેશ્વર માનસિંગ તરીકે થઈ છે. ગત દિવસે તેઓ હોસ્પિટલમાંથી નીકળી ગયા બાદ પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ અચાનક બનેલી ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

