VIDEO: દાહોદના પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
દાહોદમાં પૌરાણિક સ્વયંભૂ કેદારનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપુર આવ્યું. શ્રાવણ માસ હોવાથી મંદિરનું મહાત્મ્ય પણ વધી જાય છે. દરરોજ ભોલેનાથ નું જળાભિષેક, રુદ્રાભિષેક સહિત પુષ્પો તેમજ બીલીપત્રોથી આકર્ષક રીતે શણગારવામાં આવે છે. લોકોને આ મંદિરમાં ખુબજ આસ્થા અને શ્રદ્ધા છે, તેમની માનતાઓ અહીં પૂર્ણ થતી હોય છે તેથીજ લોકો રાજસ્થાન,મધ્ય પ્રદેશ,અને દૂર દૂર થી અહીં દર્શનાર્થે આવતા હોય છે. દાહોદથી આશરે દસેક કિલોમીટર દૂર ચોસલા ગામે સ્વયંભૂ કેદારનાથ મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે મહાભારત કાળમાં જ્યારે પાંડવો અગ્યાત વાસમા હતા ત્યારે અહીં રોકાયા હતા અને મહાદેવ ની પૂજા અર્ચના કરતા હતા, બીજી એક લોક વાયકા પ્રમાણે અહીં એક ગુફા છે જે ઉજ્જૈન નીકળે છે,

