Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Fun at Dahod fair spoiled, three people died after a sign board fell due to a storm

VIDEO : દાહોદમાં મેળાની મજા બગડી, વાવાઝોડાને પગલે સાઈન બોર્ડ પડતા ત્રણ લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદમાં ગઈકાલે આવેલા ભારે પવનના કારણે કાર્નિવલ મેળાને વ્યાપક નુકસાન થયું છે. પડાવ ગામ પાસે આ મેળો શરૂ થવાનો હતો. જોકે તે પહેલા આવેલા વાવાઝોડાના કારણે કાર્નિવલના ગેટ અને દુકાનોને નુકસાન થયું હતું. ભારે પવનથી લાકડાનો બનેલો ગેટ તૂટી પડયો. સાથેજ મેળામાં દુકાનોના પતરા પણ તૂટી પડ્યા હતા. જોકે કોઈ રાઈડને નુકસાની થઈ નથી.

App Store

દાહોદમાં વાવાઝોડાના કારણે મસમોટું સાઈન બોર્ડ પડતા ત્રણ લોકોના મોત થયા છે. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું એક મહાકાય સાઈન બોર્ડ જોરદાર પવનના લીધે ઉડીને ધરાશાઈ થયું હતું. આ દુર્ઘટનાએ સ્માર્ટ સિટીના નામે થયેલા નબળા કામો અને તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી દીધી છે. વાવાઝોડામાં પત્તાની મહેલની જેમ તૂટી પડેલા આ બોર્ડના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને લોકો ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.