VIDEO: દેવગઢ બારીયા નગર અને તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ
સોર્સ : gstv
દેવગઢ બારીયા નગર સહિત સમગ્ર તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે... એક મહિના કરતાં પણ વધુ સમયથી વરસાદ ન વરસવાને કારણે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને ખેડૂતો પણ ભારે ચિંતામાં મૂકાયા હતા. આ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી ત્રસ્ત બનેલા નાગરિકોને અચાનક વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા મોટો હાશકારો અનુભવાયો છે. પંથકમાં થયેલી આ મેઘ મહેરથી પાકને નવું જીવનદાન મળવાની પૂરી આશા બંધાઈ છે, જેના કારણે ધરતીપુત્રો અને ખેડૂતોમાં ચહેરા પર ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

