VIDEO: દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ સામે ૪૦ ગામોના ખેડૂતોનો વિરોધ
સોર્સ : gstv
દાહોદમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે થઈ રહેલા જમીન સંપાદન સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઝાલોદ વિધાનસભાના આશરે ૪૦ ગામોના ખેડૂતો મીરાખેડી ખાતે એકત્રિત થયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો દ્વારા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર, જીઆઈડીસી, એરપોર્ટ અને નવી રેલવે લાઈન ઉપરાંત ઠુંઠીકંકાસિયા–દેહગામ પ્રસ્તાવિત સિક્સ લેન રોડ તેમજ દાહોદ–ધાવડિયા ફોર લેન રોડના પ્રોજેક્ટ્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ્સથી તેમની ફળદ્રુપ ખેતીની જમીન ઉપરાંત મકાન, કૂવા અને અન્ય મિલકતો અસરગ્રસ્ત થઈ રહી છે. જેથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરતા પહેલાં ખેડૂતોના હિતો અને તેમના જીવનનિર્વાહને ધ્યાનમાં લેવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે.

