Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Dahod's famous tea shop gets sealed

VIDEO: દાહોદની જાણીતી ચાની દુકાનને સીલ મરાયું

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલી જાણીતી રજવાડી ચાની દુકાનને સીલ કરાઈ છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના અભાવને લઈને આ કાર્યવાહી કરાઈ છે. 'રજવાડી ચા'ની ગુણવત્તા અને ત્યાં સ્વચ્છતા જાળવવામાં ન આવતી હોવાને લઈને અવારનવાર નાગરિકો તરફથી ફરિયાદો મળી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની વિશેષ ટીમ દ્વારા રાત્રિના સમય દરમિયાન અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દુકાન પર સ્વચ્છતાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળતા તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. નિયમોનું પાલન ન કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવાની સાથે-સાથે દુકાનને સીલ મરાયું હતું.

App Store