VIDEO: દાહોદ / પાણીયા ગામે રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 2થી 3 વર્ષથી બંધ, સ્થાનિકોમાં ભારે રોષ
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 2થી 3 વર્ષથી બંધ પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 55 કરોડના ખર્ચે શરૂ કરાયેલ આ બ્રિજ 18 મહિનામાં પૂર્ણ થવાનો હતો, પરંતુ જમીન સંપાદન અને વળતર ચુકવણીની ટેકનિકલ અડચણોને કારણે કામગીરી અટકી ગઈ હતી. ફાટક બંધ રહેતાં લોકો કલાકો સુધી અટવાઈ જાય છે, જ્યારે 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપાતા વહેલી તકે કામગીરી ફરી શરૂ થવાની આશા વ્યક્ત કરાઈ છે.

