VIDEO: દાહોદ: સીંગવડ તાલુકાના સુડીયા ગામે કૂવામાં ડૂબી જવાથી બે સગી બહેનોના કરૂણ મોત
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે ખોબરા ફળિયામાં ખેતરમાં ડુક્કર ભગાડવા ગયેલી બે સગી બહેનોનાં કૂવામાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે.... ૧૩ વર્ષીય ભાવના અને ૧૧ વર્ષીય નિકિતા મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન કૂવા પાસે બાળકીનાં ચંપલ જણાઈ આવતાં ગ્રામજનોએ શંકાના આધારે તપાસ કરતાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંનેના શવ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સીંગવડ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે, અને રણધીકપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

