VIDEO: દાહોદ: ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે રાખી પરત નહીં આપી છેતરપિંડી આચરનાર બે આરોપીઓ ઝડપાયા
સોર્સ : gstv
દાહોદના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે મેળવીને પરત ન આપી છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. સુખસર પોલીસ અને LCBની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને પંકજ ડામોર અને તેજસકુમાર શર્મા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે....આરોપીઓ માસિક ૨૦ હજાર રૂપિયા ભાડું આપવાની ખાતરી આપી ખેડૂતોના ટ્રેક્ટર લઈ જતા હતા, પરંતુ ન તો ભાડું ચૂકવતા કે ન તો ટ્રેક્ટર પરત કરતા હતા....સમગ્ર પ્રકરણમાં કુલ ૧૪ ટ્રેક્ટર સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના કુલ 8 ટ્રેક્ટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

