VIDEO: દાહોદ: ગરબાડાની ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નર્મદાબેન માવી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંચાયતના પાંચ વિકાસ કામો સ્થળ પર કર્યા વગર જ લાખો રૂપિયાનું ચુકવણું કરી નાણાં ઉપાડી લીધા હોવાની ગંભીર અનિયમિતતા તપાસમાં સાબિત થઈ હતી. આ તપાસ અહેવાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડીડીઓને સુપરત કરવામાં આવ્યો હતો, જેના આધારે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭(૧) હેઠળ સરપંચને હોદ્દા પરથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ, તાત્કાલિક અસરથી સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો હુકમ કરાયો છે.

