Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Dahod / Administration in action mode in the case of the death of 3 people

VIDEO: દાહોદ / વાવાઝોડા દરમિયાન સાઈનબોર્ડ ધરાશાયી થવાનો મામલો, 3 લોકોના મોત મામલે વહીવટી તંત્ર એક્શન મોડમાં

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદમાં વાવાઝોડા દરમિયાન સાઈનબોર્ડ ધરાશાયી થતા ત્રણ લોકોના કરુણ મોતના મામલે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા અધિક કલેક્ટર જે.એમ. રાવલે આ ગોઝારી ઘટના અંગે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપતા જણાવ્યું છે કે ટેકનિકલ પાસાઓ અને સલામતીના નિયમોના ભંગ બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તંત્રની અલગ-અલગ ટીમો દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સની તપાસ તેજ કરવામાં આવી છે અને જોખમી હોર્ડિંગ્સ હટાવવાની સૂચના અપાઈ છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોને સહાય પૂરી પાડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

App Store