VIDEO: દેવગઢ બારિયામાં ભેંસ ચોરી: મહિલાઓ પોલીસ ચોકી પહોંચી
સોર્સ : gstv
દેવગઢ બારિયાના જુના બારિયા ગામેથી દસ દિવસ અગાઉ બે ભેંસોની ચોરી થતાં પશુપાલકે ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નગરના કાપડી વિસ્તારના રસીદ ફળિયાના આરીફ ફારુક કડવાને ઝડપી જેલમાં ધકેલ્યો છે. અન્ય ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. ભેંસોનું પગેરું ન મળતાં મહિલાઓ પોલીસ ચોકી પહોંચી હતી. તાલુકામાં અનેક ભેંસો ચોરાયાના બનાવો બન્યા છે. ચોરાયેલી ભેંસો ક્યારે પરત મળશે અને યોગ્ય તપાસ થશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે.

