VIDEO: દેવગઢ બારિયા પાલિકા પેટાચૂંટણી, કુલ 30 ફોર્મ ભરાયા
સોર્સ : gstv
દેવગઢ બારિયા નગરપાલિકાની ત્રણ વોર્ડની છ બેઠકોની પેટાચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષાંતર ધારા હેઠળ છ સભ્યો ગેરલાયક ઠેરવાતા બેઠકો ખાલી પડી હતી, જેના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 30 જેટલા ફોર્મ ભરાયા છે. ભાજપે તમામ છ બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ગેરલાયક ઠેરવાયેલા પૂર્વ સભ્યો પણ ફરી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. હવે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

