Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Bridge on Chhota Udaipur-Devgarh Baria main road has a major pothole; Motorists in great trouble

VIDEO: Chhota Udaipur- દેવગઢ બારીયા મુખ્ય માર્ગ પર બ્રિજમાં મોટો ખાડો પડ્યો; વાહનચાલકો ભારે મુશ્કેલીમાં

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 62 પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરથી દેવગઢ બારીયાને જોડતા આ મુખ્ય માર્ગ પર આવેલા એક બ્રિજ (પુલ) પર ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પુલની સપાટી તૂટી જતાં માત્ર મોટા ખાડા જ નથી પડ્યા, પરંતુ બ્રિજના અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે. હજારો વાહનચાલકોની અવરજવર ધરાવતા આ વ્યસ્ત રોડ પર બ્રિજની આવી જર્જરિત હાલત ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે.

App Store

સૌથી નવાઈની વાત એ છે કે, રોજેરોજ હજારો મુસાફરો આ જોખમી માર્ગ પરથી પસાર થાય છે. તેમ છતાં આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી. અત્યાર સુધી આ ખાડાને પૂરવા કે બ્રિજનું સામાન્ય રિપેરિંગ કરવા માટે પણ કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. હવે જ્યારે આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે, ત્યારે સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. જો વરસાદ શરૂ થતાં પહેલાં આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે, તો વરસાદી પાણી ભરાવાને કારણે આ ખાડો વધુ મોટો અને જોખમી બનશે.