Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Body of newborn girl found from lake in Limdi, Dahod

VIDEO: દાહોદના લીમડીમાં તળાવમાંથી મળી આવ્યો નવજાત બાળકીનો મૃતદેહ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદના લીમડીમાં ગોધરા રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપ નજીકના તળાવમાંથી તાજી જન્મેલી નવજાત બાળકીનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા નવજાત બાળકીને તળાવમાં ફેંકીને ફરાર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક યુવકો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ લીમડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને હોડીની મદદથી બાળકીના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસે આ કૃત્ય આચરનાર અજાણી મહિલાની શોધખોળ તેજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store