VIDEO: દાહોદના લીમડીમાં કડક દારૂબંધીની માંગ સાથે AAPનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોના કર્યા ડિટેઇન
સોર્સ : gstv
દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લાના લીમડી તાલુકાઆમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ..આપના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને દારૂબંધીના કડક અમલીકરણની માંગ કરી હતી... આ સાથે જ કાર્યકરો દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે સ્થળ પર પહોંચીને AAPના કાર્યકરોની ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

