Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Accident on Dahod-Garbada highway

VIDEO: દાહોદ-ગરબાડા હાઇવે પર અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ-ગરબાડા હાઇવે પર અકસ્માત સર્જાયો છે.. જ્યાં એક પિકઅપ ગાડી પલટી મારી જતાં એક જ પરિવારના 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર રાજસ્થાનનો વતની છે. પરિવારના સભ્યો એક ધાર્મિક સ્થળે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ હાઇવે પરથી પસાર થતી વખતે અચાનક ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી પિકઅપ ગાડી રોડ પર ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તંત્ર મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ સાત ઘાયલ મુસાફરોને સમયસર પ્રાથમિક અને વધુ સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

App Store