Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Contractual recruitment of 9,700 knowledge assistants in primary schools; Salary will be ₹21,000 per month

VIDEO: પ્રાથમિક શાળાઓમાં 9,700 જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી; માસિક ₹21,000 વેતન મળશે

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખાસ કરીને ધોરણ 6થી 8માં અંગ્રેજી વિષયના શિક્ષકોની મોટી અછત જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે મંજૂર મહેકમ ઉપરાંત અલાયદી ખાસ 9,700 જગ્યાઓ પર 'જ્ઞાન સહાયકો' મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

App Store

11 માસના કરાર આધારિત ભરતી અને માનદવેતન

આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ અંગેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. પસંદગી પામનાર જ્ઞાન સહાયકોને માસિક 21,000 રૂપિયા વેતન આપવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી અને ભરતી પ્રક્રિયાનું ટાઈમટેબલ

અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનું આયોજન નીચે મુજબ રહેશે:

ઓનલાઈન અરજી: ઉમેદવારો 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

મેરિટ લિસ્ટ: ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 12 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી અને સ્થળ પસંદગી: 17 ઓગસ્ટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન (ચકાસણી) હાથ ધરાશે, ત્યારબાદ શાળા પસંદગી અને રિપોર્ટિંગની આખરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષયનું શિક્ષણ વધુ મજબૂત બનશે અને હજારો શિક્ષિત બેરોજગારોને રોજગારીની તક મળશે.