Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Preliminary Findings of Oxygen Cylinder Gas Leakage in Herasar Airport Emergency Landing

VIDEO: હીરાસર એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગમાં ઓક્સિજન સિલિન્ડર ગેસ લીકેજનું પ્રાથમિક તારણ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટનું રાજકોટના હીરાસર એરપોર્ટ પર કરાયેલા ઇમરજન્સી લેન્ડિંગ મામલે પ્રાથમિક તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે. પ્રાથમિક તારણ મુજબ ફ્લાઇટના કાર્ગોમાં રાખેલા ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં સ્મોક સેન્સરે એલર્ટ આપ્યું હતું. સોમવારે સંભવિત ધુમાડાની આશંકાને ધ્યાનમાં રાખી પાયલોટે સાવચેતીના ભાગરૂપે રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઇટમાં સાત ક્રૂ મેમ્બર સહિત કુલ 194 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં રાજકોટનું વહીવટી તંત્ર અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. હવે ટેકનિકલ ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને સંપૂર્ણ ક્લીનચિટ મળ્યા બાદ જ ફ્લાઇટને ફરી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News