VIDEO: સુરતના ગોડાદરામાં ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ ૧૩મા માળેથી કૂદીને આત્મહત્યા કરી
સોર્સ : gstv
સુરતના ગોડાદરા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય ધનેશ રામચંદ્ર પ્રજાપતિ નામના વિદ્યાર્થીએ ૧૩મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. કાપડ વેપારીનો પુત્ર ધનેશ સવારે કસરત કરવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, તે દરમિયાન તેણે 'રાજ આઇકોન' બિલ્ડિંગના ૧૩મા માળે આવેલા નવા ફ્લેટની બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આત્મહત્યા પહેલાં તેણે પોતાના મોબાઈલમાં "હું મારી મરજીથી આ પગલું ભરૂં છું, કોઈનું દબાણ નથી" તેમ જણાવી વીડિયો બનાવ્યો હતો. ગોડાદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

