VIDEO: ગાંધીનગરમાં દાન કૌભાંડ કેસ અંગે સીઆઈડી ક્રાઈમના એસપી રોહન આનંદે આપી માહિતી
સોર્સ : gstv
ગુજરાતના ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમની એન્ટી ઈકોનોમિક ઓફેન્સ વિંગના એસપી રોહન આનંદે દાન કૌભાંડ (પોલિટિકલ ડોનેશન સ્કેમ) અંગે મહત્વની વિગતો આપી . તેમણે જણાવ્યું કે આવકવેરામાં કરચોરી કરવા અને ગેરકાયદે રિબેટ મેળવવા માટે બિન-સક્રિય રાજકીય પક્ષો અને શેલ કંપનીઓના નામે કરોડો રૂપિયાનું દાન દર્શાવીને મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, આ કૌભાંડમાં સંડોવાયેલા સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ) અને અન્ય શંકાસ્પદ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. આંગડિયા નેટવર્ક અને બોગસ ઓડિટ રિપોર્ટ્સ દ્વારા નાણાકીય હેરફેર કરવામાં આવી હતી. હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા આ કેસમાં કડક તપાસ ચલાવવામાં આવી રહી છે.

