VIDEO: છોટાઉદેપુરમાં લીઝના ખાડામાં યુવક ડૂબતા મોત, જવાબદારો સામે કાર્યવાહીની માગ સાથે ગ્રામજનોનો વિરોધ
સોર્સ : gstv
છોટાઉદેપુરના સીમલ ફળિયામાં રેતીની લીઝના ખાડામાં ડૂબી જવાથી એક યુવકનું કરૂણ મોત નીપજતાં ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મકાઈ લેવા નીકળેલા યુવકના મોત બાદ આક્રોશે ભરાયેલા ગ્રામજનો મૃતદેહને ઘટના સ્થળે જ રાખીને વિરોધ પ્રદર્શન પર બેસી ગયા છે. ગ્રામજનોની સ્પષ્ટ માગ છે કે જવાબદાર લીઝધારકો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી જવાબદારી નક્કી કરી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને ખાતરી ન આપે, ત્યાં સુધી મૃતદેહ ન હટાવવાની ચીમકી સાથે લોકોએ વિરોધ યથાવત રાખ્યો છે.

