VIDEO: છોટાઉદેપુરમાં કચાસભર્યા આયોજનથી નારાજ થઈ સાંસદ અને ધારાસભ્ય ભૂમિપૂજન છોડી ચાલ્યા ગયા
સોર્સ : gstv
છોટાઉદેપુર શહેરમાં VGL કંપનીના સીએનજી (CNG) સ્ટેશનના ભૂમિપૂજન કાર્યક્રમમાં કચાસભર્યા આયોજનને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. બપોરે ૧૨ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સમયસર પહોંચી ગયા હતા. પરંતુ, નગરપાલિકાના હોદ્દેદારો કે સ્થાનિક લોકોને આમંત્રણ આપ્યા વિના કાર્યક્રમ યોજાતા અને પત્રિકામાં સાંસદ જશુભાઈ રાઠવાનું નામ બાકાત રાખવામાં આવતા લોકપ્રતિનિધિઓએ VGLના અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી કાર્યક્રમ છોડી દીધો હતો. વિવાદ વચ્ચે આખરે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે આ સ્ટેશનનું ભૂમિપૂજન સંપન્ન કરાયું હતું, જેનાથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

