VIDEO: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, ખેડૂતોમાં આનંદની લાગણી
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. ખાસ કરીને ડુંગર વિસ્તારોમાં વરસેલા વરસાદથી નસવાડીના કુકરદા નજીક વહેતી કુકડી નદી ગાંડીતૂર બની છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ જીવનદાયી સાબિત થયો છે, જેનાથી સુકાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે. જળાશયોમાં પાણીની આવક વધવાથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા હળવી થવાની આશા છે. ધોધમાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ખુશનુમા માહોલ છવાયો છે અને ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે.

