VIDEO: છોટાઉદેપુરમાં કલેક્ટરની ઓચિંતી નાઇટ વિઝિટ: સિવિલ હોસ્પિટલમાં રાત્રે ૮ વાગ્યે દરોડાથી તંત્રમાં દોડધામ
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લામાં વહીવટીતંત્રની કામગીરી પર નજર રાખવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનએ રાત્રીના આશરે ૮ વામના અરસામાં કલેક્ટરે સ્થાનિક સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અને આંતરિક વ્યવસ્થાઓનું સઘન નિરીક્ષણ કર્યું....આ અચાનક થયેલી મુલાકાત દરમિયાન કલેક્ટરે હોસ્પિટલના વોર્ડમાં જઈને દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમને મળતી સારવાર તેમજ અન્ય સુવિધાઓ અંગે પૂછપરછ કરી ....હોસ્પિટલમાં સ્વચ્છતા, સ્ટાફની હાજરીની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી સંબંધિત તબીબો અને અધિકારીઓને જરૂરી સૂચનો અને કડક અમલ કરવાના આદેશો આપ્યા હતા. કલેક્ટરની આ અચાનક નાઇટ વિઝિટને કારણે સરકારી હોસ્પિટલના સ્ટાફમાં ભારે હડકંપ અને દોડધામ મચી ગઈ હતી.

