VIDEO: છોટાઉદેપુરમાં આદિવાસી દિવસની સરકારી ઉજવણી કેમ બંધ? તંત્ર સામે સવાલ
સોર્સ : gstv
છોટા-ઉદેપુર જિલ્લામાં ૯ ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની સરકારી ઉજવણીને લઈને તંત્ર સામે સવાલ ઊઠ્યા છે.... છેલ્લા ચાર વર્ષથી તાલુકા કક્ષાએ અલગ અલગ સ્થળોએ સરકારી કાર્યક્રમો યોજાતા હતા, પરંતુ આ વર્ષે જિલ્લાના સાતેય તાલુકામાં કોઈ સરકારી કાર્યક્રમ જાહેર થયો નથી. આદિવાસી બહુલ જિલ્લામાં લગભગ ૮ લાખથી વધુ આદિવાસી વસ્તી છે. અગાઉ અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાતા હતા. આ વખતે કાર્યક્રમ ન યોજાતા સમાજમાં ચર્ચા થઈ છે કે અચાનક કેમ બંધ કર્યા....આદિવાસી દિવસ સંસ્કૃતિ અને ઓળખ સાથે સંકળાયેલો છે. જિલ્લા વહીવટીતંત્ર પાસે સ્પષ્ટતાની માંગ ઊઠી છે.

