VIDEO: છોટાઉદેપુરમાં જળબંબાકારની સ્થિતિ: અશ્વિન નદીમાં ઘોડાપૂર, ગ્રામજનો ચિંતામાં
Gujarat Weather News : ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 30-31 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે 04:00 થી 06:00 વાગ્યા દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. માત્ર 2 કલાકના આ ટૂંકા સમયગાળામાં રાજ્યના કુલ 84 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સૌથી વધુ વરસાદ ક્યાં?
આ 2 કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનો જેતપુર પાવી તાલુકો 67 mm (2.64 inch) વરસાદ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. આ સિવાય પંચમહાલના જાંબુઘોડામાં 64 mm (2.52 inch), છોટાઉદેપુરના કાવંટમાં 60 mm (2.36 inch) અને નસવાડીમાં 54 mm (2.13 inch) વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના કુકરમુંડા અને પંચમહાલના કાલોલ બંને તાલુકાઓમાં 40-40 mm (1.57 inch) વરસાદ નોંધાયો છે.
અશ્વિન નદીમાં ઘોડાપુર
છોટાઉદેપુરથી મળતી માહિતી અનુસાર બે કલાકમાં અતિ ભારે વરસાદને પગલે અશ્વિન નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. આજુબાજુ રહેતા ગામડાઓમાં ફફડાટ ફેલાતા લોકોએ દુકાનો ખાલી કરવા માગી હતી. નસવાડીમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો છોટાઉદેપુર અને કડવાલમાં 27 mm (1.06 inch), બોડેલીમાં 20 mm (0.79 inch) તેમજ સંખેડામાં 18 mm (0.71 inch) વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં મોરવા (હડફ) માં 25 mm (0.98 inch), ગોધરા માં 20 mm (0.79 inch), ઘોઘંબા માં 15 mm (0.59 inch), હાલોલમાં 6 mm (0.24 inch) અને શેહરામાં 4 mm (0.16 inch) વરસાદ પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં 24 mm (0.94 inch), ડેડિયાપાડામાં 11 mm (0.43 inch) તેમજ ચીકડા, તિલકવાડા, સાગબારા અને નાંદોદ માં 9 mm થી 10 mm સુધીનો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોની સ્થિતિ
દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં પણ સારો વરસાદ રહ્યો છે, જેમાં ઉમરપાડામાં 22 mm (0.87 inch), સોનગઢમાં 9 mm, ઉકાઈમાં 8 mm, માંગરોળ અને મહુવામાં 7 mm થી 9 mm, જ્યારે સુરત સિટી અને વ્યારામાં 4 mm વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં 19 mm (0.75 inch) અને ડાંગના ધ ડાંગ વિસ્તારમાં 12 mm (0.47 inch) વરસાદ થયો છે. આ સિવાય વડોદરાના સિનોર (8 mm) અને દેસાર (7 mm), ભરૂચના ભરુચ અને નેત્રંત (6 થી 8 mm), દાહોદના ધનપુર (9 mm), તેમજ મહિસાગરના સંતરામપુર (15 mm) તાલુકામાં પણ ઝાપટાં પડ્યા છે. ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા અને વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 1 mm થી 10 mm સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

