Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Forest department active due to presence of tiger in Chotaudepur

VIDEO: છોટાઉદેપુરમાં વાઘની હાજરીથી વન વિભાગ સક્રિય

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારમાં છેલ્લા સાત-આઠ મહિનાથી વાઘની અવરજવર નોંધાઈ રહી છે. વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ટાઈગર ડેની ઉજવણી ટાણે વન વિભાગ દ્વારા વાઘની હાજરી અંગે મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે. ઝોઝ, રતનમહાલ, કેવડી અને કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં વાઘના સંરક્ષણ અને લોકોની સલામતી માટે વન વિભાગ સક્રિય બન્યું છે.સંવેદનશીલ વિસ્તારોમાં ટ્રેપ કેમેરા ગોઠવી દિવસ-રાત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરાઈ રહ્યું છે. સરહદી ગામોમાં જાગૃતિ અભિયાન ચલાવી ગ્રામજનોને રાત્રે જંગલમાં ન જવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે. વાઘ દેખાય તો વન વિભાગને જાણ કરવા સૂચના અપાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News