VIDEO: છોટાઉદેપુરમાં બ્રિજનો એપ્રોચ ધોવાાતા ગ્રામજનો મુશ્કેલીમાં
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચોરામલ ગામ પાસે નદી ઉપરના બ્રિજનો એપ્રોચ ભારે વરસાદ અને પૂરનાં પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં છેલ્લા ત્રણ દિવસથી ગામનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે બ્રિજના અયોગ્ય આયોજનના કારણે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરાયું નથી. વળી, છેલ્લા બે દિવસથી પીવાના પાણીનો પુરવઠો પણ બંધ થવાથી ગ્રામજનોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

