Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Waiting for a paved road for 20 years, the people of Chatthi Amli village of Naswadi became trapped in monsoon!

VIDEO: ૨૦ વર્ષથી પાકા રસ્તાની રાહ, નસવાડીના છઠ્ઠી આમલી ગામના લોકો ચોમાસામાં બન્યા કેદ!

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છઠ્ઠી આમલી વસાહત ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાકો રસ્તો ન બનતા સ્થાનિક રહીશો ચોમાસાના ૪ મહિના ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નર્મદા પ્રોજેક્ટના અસરગ્રસ્તોને છેલ્લા ૨૦ વર્ષથી આ વસાહતમાં વસાવવામાં આવ્યા છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આજદિન સુધી અહીં જવાનો મુખ્ય માર્ગ કાચો હોવાથી ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેવી સ્થિતિ નથી.. આ જર્જરીત રસ્તાના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ભરવાડા ગામના પશુપાલકો, જેઓ વદેસિયા દૂધ મંડળીમાં દૂધ ભરવા જાય છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોએ કંટાળીને આ બાબતે જિલ્લા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં લેખિત અરજી કરી રજૂઆત કરી હતી. આ અરજીના જવાબમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ લેખિતમાં જણાવ્યું કે છઠ્ઠી આમલીથી વસાહત સુધીના રસ્તા માટે સરકાર પાસે ૩ કરોડ ૨૦ લાખની મંજૂરી માંગવામાં આવી છે. જો કે, સરકાર તરફથી હજુ સુધી કોઈ મંજૂરી ન મળતા અધિકારીઓ દ્વારા ગ્રામજનોને માત્ર ગોળ ગોળ અને અસ્પષ્ટ જવાબો આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેવાયા છે.

App Store